પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની વયે નિધન
લાંબી બીમારી બાદ આખરે વિઠ્ઠલ રાદડિયાએ અંતિમ શ્વાસ લીધા છે મંગળવારે સવારે 7થી 12 દરમિયાન જામજોધપુર સ્થિત કન્યા શાળામાં તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવશે ત્યારબાદ બપોરે એક વાગ્યે તેમના નિવાસસ્થાનથી તેમની અંતિમયાત્રા નીકળશે
જયપાલ રેડ્ડીને યાદ કરીને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ભાવુક થયા
કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ જયપાલ રેડ્ડીને રાજ્યસભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ દરમિયાન સભાપતિ એમ વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા તેમણે કહ્યું કે, જયપાલજીનું આ દુનિયા છોડીને જવું ઘણું જ દુઃખદ છે તેઓ મારા મિત્ર, વરિષ્ઠ સહયોગી અને માર્ગદર્શક હતા
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના કાકી-માસીના મોત મામલે ભાજપ ધારાસભ્ય પર હત્યાનો કેસ નોંધાયો
પીડિતા પરિવાર સાથે રવિવારે રાયબરેલી જેલમાં બંધ કાકાને મળવા જતી હતી આ દરમિયાન ટ્રકે કારને ટક્કર મારતાં કાકી અને માસીના મોત થયા હતા આ મામલે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ દાખલ થયો છે
હરિયાણા કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈની વિદેશમાં 200 કરોડની સંપત્તિનો ખુલાસો
કુલદીપ બિશ્નોઈના વિવિધ ઠેકાણાઓ પર આવકવેરા વિભાગના 89 કલાક સુધી દરોડા ચાલ્યા હતા આ દરમિયાન રૂ 230 કરોડની બેનામી સંપત્તિ અને કરચોરીનો ખુલાસો થયો છે હરિયાણા, દિલ્હી અને હિમાચલ સહિત 13 જગ્યાઓ પર 23 જુલાઈથી આઈટીની કાર્યવાહી ચાલતી હતી
IAS દહિયા મામલે તપાસ અધિકારીઓની સમિતિની રચાઈ
IAS દહિયા મામલેગુજરાત પોલીસ મંગળવારે પીડિત મહિલાને મળવા દિલ્હી જશે, દહિયાએ ત્રણ લગ્ન કર્યા હોવાનો પીડિતાનો આક્ષેપ ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા લીનુ સિંહ વચ્ચેના સંબંધોની તપાસ માટે ત્રણ મહિલા IAS સહિત પાંચ અધિકારીઓની સમિતિની રચાઈ છે મંગળવારે ગુજરાત પોલીસના બે અધિકારી દિલ્હીમાં પીડિત મહિલાને મળવા જશે પીડિતાએ આક્ષેપ કર્યો છે કે, તે ગર્ભવતી હતી ત્યારે ગૌરવનો બીજો અફેર પણ શરૂ થઈ ગયો હતો
--------
રાજકોટમાં ધોળા દિવસે આંગડિયાના કર્મચારી પાસેથી 17 લાખની લૂંટ
ઢેબર રોડ પર જૂના બસ સ્ટેન્ડ પાસે રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી પંકજ રામાભાઇ પટેલ લૂંટાયા છે બાઇક પર આવેલા બે શખ્સોએ પોતે પોલીસ છે તેમ કહી થેલો ચેક કર્યો હતો બાદમાં બંને શખ્સો 17 લાખ ભરેલો થેલો લઇ ફરાર થઇ ગયા હતા
---------
અંબાજી પંથકમાં 7 ઈંચ વરસાદથી ગબ્બરની માટી ધસતાં કેબિન અને બાંકડાઓ દટાયા
એક જ રાતમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં અંબાજી આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા વરસાદને પગલે ગબ્બરથી ધોવાયેલી માટીથી બેસવાના બાંકડા, કેબિનો માટીમાં ખૂંપી ગઈ હતી વરસાદને પગલે છેલ્લા દોઢ મહિનાથી ચિંતાતૂર બનેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો
--------
મહારાષ્ટ્રનાં હથનૂર ડેમના 41 દરવાજા ખોલાતા તાપીના કિનારાના ગામોને સતર્ક કરાયા
મહારાષ્ટ્રનાં હથનૂર ડેમ વિસ્તારમાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતાં ડેમ ઓવરફ્લો થઈ ગયો છે સોમવારે બપોરેડેમના તમામ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
-------
SBIએ ફિક્સ ડીપોઝીટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો
લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝીટન રીટેલ સેગ્મેન્ટમાં 20 બેઝીસ પોઈન્ટ જ્યારે બલ્ક સેગ્મેન્ટમાં 35 બેઝીસ પોઈન્ટ ઘટાડ્યા છે તેવી જ રીતે 179 દિવસ કે તેથી ઓછા સમય માટેની ડીપોઝીટમાં 50થી 75 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે ટૂંકા અને લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝીટના દર 1 ઓગસ્ટથી ઘટશે
વર્લ્ડકપ બાદ પણ કેપ્ટન તરીકે કોહલીની પસંદગી પર ગાવસ્કરે સવાલ ઉઠાવ્યા
ગાવસ્કરનું માનવું છે કે કોહલીને બીજી વખત કેપ્ટન્સી સોંપવા પહેલા એક સત્તાવાર બેઠક થવી જોઇતી હતી અંગ્રેજી અખબારમાં પ્રકાશિત તેમના લેખમાં આ લખ્યું છે તેમણે લખ્યું કે, કેપ્ટન્સી મુદ્દે રિવ્યૂ મીટિંગ થવી જોઈતી હતી લેખ મુજબ 2023ના વર્લ્ડ કપ સુધી દરેક ફોર્મેટ માટે અલગ કેપ્ટન પસંદ કરવો જોઇએ