કોહલીએ રોહિત શર્મા સાથેના મતભેદ વિશે કહ્યું, મેં હંમેશાં તેની પ્રશંસા કરી છે

2019-07-29 489

વેસ્ટ ઇન્ડિઝના ટૂર પર રવાના થતાં પહેલા વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું આ પહેલા મીડિયાામાં વિરાટ અને રોહિત શર્મા વચ્ચે અણબનાવ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું એવા સમાચાર પણ હતા કે તેના લીધે કોહલી કદાચ પ્રેસ કોન્ફરન્સ નહીં કરે જોકે સોમવારે સાંજે કોહલી અને કોચ રવિ શાસ્ત્રી મુંબઇમાં પત્રકારો સમક્ષ હાજર થયા અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુક્યું



રોહિત સાથેના મતભેદની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા કોહલીએ કહ્યું, “જો હું કોઈ વ્યક્તિ વિશે અસુરક્ષિત છું, તો તમે તેને મારા ચહેરા પર જોશો મેં હંમેશાં રોહિતની પ્રશંસા કરી છે, કારણ કે તે સારો છે અમારી વચ્ચે કોઈ ઇશ્યૂ નથી મને નથી ખબર કે આ જુઠ્ઠાણા પાછળ કોણ કામ કરી રહ્યું છે અમે ક્રિકેટને ઉપર લાવવા માટે કામ કરી રહ્યા છીએ તમે ટીમને ટોચ પર લાવવા સખત મહેનત કરી અને ચાર વર્ષ પછી આપણે આ વિશે વાત કરી રહ્યા છીએ મીડિયાએ જોવાની જરૂર છે કે આપણે કંઈક એવું બનાવી રહ્યા છીએ જે ત્યાં નથી હવે સમય છે કે આપણે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ ના કે એવા મુદ્દાઓ પર જે છે જ નહીં ”

Videos similaires