વરસતા વરસાદમાં 15 હજાર પ્રવાસીઓએ નર્મદા ડેમ અને સ્ટેચ્યુની મુલાકાત લીધી

2019-07-29 442

રાજપીપળા: નર્મદા ડેમ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોમાસામાં પણ પ્રવાસીઓની ચહેલપહેલ જોવા મળી હતી વરસતા વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ તેમજ આસપાસના કુદરતી સૌદર્યથી ખીલેલી ગીરીમાળાઓને જોઇને મીની કશ્મીરમાં આવ્યાં હોય તેવો અનુભવ કરી રહ્યાં છે સાતપુડા અને વીંધ્યાંચલ ડુંગરની તળેટીમાં આવેલા નર્મદા જિલ્લાને જાણે કુદરતે લીલી ચાદર પાથરી આપી હોય એવા લીલાછમ વાતાવરણ થી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે

Videos similaires