સગીર જય શ્રી રામ ન બોલ્યો તો જીવતો સળગાવ્યો, પોલીસે કહ્યું- આ તંત્ર મંત્રનો મામલો

2019-07-29 1

ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં કથિત રીતે જયશ્રીરામ ન બોલતા એક સગીરને જીવતો સળગાવી દેવાયો છે યુવકની હાલત ગંભીર છે અને BHU ટ્રામા સેન્ટરમાં તેની સારવાર ચાલી રહી છે પીડિત સગીરે દાવો કર્યો છે કે જયશ્રીરામ ન બોલતા તેને આ સજા આપવામાં આવી છે જો કે પોલીસના કહ્યાં પ્રમાણે, પીડિત સગીર વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે એક ન્યૂઝ ચેનલ સાથેની વાચતીતમાં ચંદૌલીના એસપી સંતોષ કુમારે જણાવ્યું કે, પીડિતે સૌથી પહેલા કહ્યું કે, તે મહારાજપુર ગામ તરફ દોડવા માટે ગયો હતો જ્યાં તેને ચાર યુવક મળ્યા, આ ચારેય તેને ખેંચીને ખેતર તરફ લઈ ગયા અને કેરોસીન છાંટીને તેની પર આગ ચાંપી દીધી હતી

Videos similaires