પાલનપુર: રવિવારથી ઉત્તર ગુજરાતમાં મેઘમહેર વરસી રહી છે ત્યારે બનાસકાંઠાના વાવમાં ગઈકાલે રાતે 8 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સવારે 6 વાગ્યા સુધી 9 ઇંચ વરસી ચૂક્યો છે બનાસકાંઠામાં 2017માં આવેલા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અનેક જગ્યાએ માઇનોર કેનાલો તૂટી ગઈ છે અને ખેતરોમાં પાણી ભરાયાછે જ્યારે મોરિખા ગામ બેટમાં ફેરવાયું હોવાનું સામે આવ્યું છે