ડુમસ દરિયામાં તણાઈ જતાં એક કિશોરનું મોત અને એક કિશોરી લાપતા

2019-07-28 2,016

સુરતઃડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિર નજીક ન્હાવા પડેલા ત્રણ લોકો ડૂબી ગયા હતા જેમાં એક યુવતી દરિયામાં ગરકાવ થઈ ગઈ છે સ્થાનિક માછીમારોની મદદથી યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે બે યુવતી અને એક કિશોરનો સમાવેશ થાય છે સ્થાનિક લોકોએ એક યુવતી અને એક કિશોરને બહાર કાઢ્યાં હતાં બીજી એક યુવતીની શોધખોળ કરવામાં આવી રહી છે પાણીમાં ડૂબી ગયેલા કિશોરને ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને યુવતીની શોધખોળ માટે ફાયર વિભાગ પણ પહોંચ્યું છે મૃતક યુવકનું નામ અશ્વિન સંતોષ ટકારે(ઉવ16) અને ભટારના ગોપાલ નગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છેજ્યારે યુવતી મૃતક યુવકની માસીની દીકરી કરિશ્મા (ઉવ20) હોવાનું જાણવા મળ્યું છે

Videos similaires