ખુલ્લા હાથે બાઈક ચલાવીને શોકિંગ સ્ટંટ કર્યા હતા, કોર્ટે એક મહિનાની સજા કરી

2019-07-27 180

મધ્ય પ્રદેશના નીમચના હાઈવે પર બાઈકસવારે કરેલા જોખમી સ્ટંટનો વીડિયો વાઈરલ થતાં જ પોલીસે પણ તેની શોધખોળ કરવાની કવાયતો તેજ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
નીમચ હાઈવે પર બાઈક પર બેસીને જીવલેણ રીતે સ્ટંટ ચલાવતા એક શખ્સને જોઈને લોકો પણ ચમકી ગયા હતા પોતાના બંને હાથ ખુલ્લા રાખીને બાઈક પર અલગ અલગ સ્ટાઈલમાં બેસીને પૂરપાટ ઝડપે આગળ વધતી આ વ્યક્તિએ અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા પોલીસે પણ ઈમ્તિયાઝ નામના એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આ બાઈકસવારની સામે કેસ કરીને તેની ધરપકડ કરી હતીકિશોર માળી નામના આરોપીએ કોર્ટ સમક્ષ તેના ગુનાનો એકરાર કરતાં જ કોર્ટે પણ તેને સજા સંભળાવી હતી આ ગુના અંતર્ગત મેજિસ્ટ્રેટ નિરજ માલવીયએ આરોપીને એક મહિનાની જેલ અને 1000 રૂનો દંડ ફટકાર્યો હતો

Videos similaires