ગાર્ડનમાં રોમિયોગીરી કરતા અને અભ્યાસનાં નામે રખડતાં યુવાનો પાસે પોલીસે ઉઠક-બેઠક કરાવી

2019-07-27 307

રાજકોટ:શહેરમાં રોમિયો બની ફરતા યુવાનો પર પોલીસે આજે તવાઇ બોલાવી હતી અવાર નવાર શાળા કોલેજ છુટવાના સમયે કોલેજ બહાર, સામે કે આજુબાજુમાં અડીંગો જમાવી બેસતા રોમિયોની ફરિયાદો ઉઠી હતી અગાઉ પણ શાળા કોલેજ બંક કરી આઇસ્ક્રીમ પાલર અને ગાર્ડનમાં ફરતા રોમિયોની પોલીસનાં નજરે ચડ્યા હતાં ત્યારે આજે પોલીસે કાલાવડ રોડ, રેસકોર્સ અને વિવિધ ગાર્ડન બહાર રોમિયો સ્ટાઇલમાં બાઇક પર બેઠેલા યુવાનો અને વિધાર્થીઓને ટપાર્યા હતા અને જાહેરમાં ઉઠક-બેઠક કરી કાયદાનું ભાન કરાવ્યું હતું અને અભ્યાસ પૂરો થાય તો આ રીતે રસ્તા પર બેસી રોમિયોગીરી કરવી નહીં તેવી તાકીદ કરી ઘરે જવા સુચના આપી હતી

Videos similaires