સુરતમાં વહેલી સવારથી વરસતા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

2019-07-27 256

સુરતઃદક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને સુરતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારના પાણી ભરાઈ જવા પામ્યાં હતાં

શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મલી રહી છે સુરતમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા sivil હોસ્પિટલના કેમ્સમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કોઝવેની સપાટી પણ વધી છે હાલ કોઝવે ભયજનક સપાટી 6 મીટર પર વહી રહ્યો છે જેના કારણે વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરાયો છે

Free Traffic Exchange

Videos similaires