અડાજણમાં હાઈડ્રોલિક ક્રેનનું ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રિલ કરાયું

2019-07-27 180

સુરતઃઅમદાવાદના ગોતા વિસ્તારમાં આગની ઘટના બાદ અડાજણ વિસ્તારમાં ફાયરબ્રિગેડ દ્વારા મોકલડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં ફાયર રેસ્ક્યુ વખતે ક્રેઈન ન ખુલી હોવાના આક્ષેપ થયા હતાં ત્યારે સુરતમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે હાઈડ્રોલિક ક્રેઈનની મદદથી મોકડ્રિલ કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી આગના ગંભીર બનાવોને લઈને લોકોમાં જાગૃતિ ફેલાય અને ફાયરબ્રિગેડની કામગીરી સરળ રહે તે માટે મોકડ્રિલ કરવામાં આવી હતી