રાજકોટ:સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ માટે અંતે સારા સંકેતો મળી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં આ સપ્તાહમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યું છે તેને કારણે ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે આ ઉપરાંત મોન્સૂન ટર્ફ અને બંગાળ તેમજ ઉત્તરપ્રદેશના બે સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ચોમાસુ શ્રેષ્ઠ સ્થિતિમાં પહોંચ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે જેથી NDRFની એક ટીમ રાજકોટ પહોંચી ગઈ છે NDRFને રાજકોટ અને ઉપલેટા સ્ટેન્ડબાઈ રખાયા છે આમ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમ તૈયાર છે આ સાથે જ આજે વહેલી સવારથી રાજકોટમાં વાદળછાયું વાતણવરણ જોવા મળી રહ્યું છે