મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ-કર્જત વચ્ચેની રેલવે સેવા બંધ કરાઈ છે ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ડૂબી જતા, બદલાપુર અને વાનગની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી છે ટ્રેનમાં બે હજાર લોકો મુસાફરી કરી રહ્યા છે રેલવેએ કહ્યું છે તમામ યાત્રીકો સુરક્ષિત છે રેલવેએ મુસાફરોને ટ્રેન નીચે ન ઉતરવાની સલાહ આપી છે પોલીસ અને આરપીએફની ટીમ ટ્રેનમાં જ છે તમામ મુસાફરોને રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફની મદદ લેવાઈ છે