નવસારીઃસમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે નવસારીના ગણદેવી, બિલીમોરા, ચીખલી, વાસંદા સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે તો બીજી બાજુ ભારે વરસાદને કારણે બિલીમોરા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે શહેરીજનોમાં ખુશીનો માહોલ છે