મહારાષ્ટ્રના રહેણાંક વિસ્તારોમાં જંગલમાંથી રીંછ ઘુસી આવતાં અફરાતફરી મચી ગઈ

2019-07-26 436

બુલધાણાના ગીરડા ગામના રહેણાંક વિસ્તારોમાં જંગલમાંથી એક રીંછ ઘુસી આવ્યું હતુ રહેણાંક વિસ્તારમાં જંગલી રીંછ ઘુસી આવતાં ગામલોકોનાં જીવ તાળવે ચોંટ્યા હતા પરંતુ ગામલોકોએ હિંમત દાખવીને રીંછને એક ઝાડીમાં ઘેરી લીધું હતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે આવીને રીંછને પરત જંગલ તરફ ભગાડી દીધું હતુ સનસનાટીભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે