પુલ ઉપરથી પસાર થતા હતા બાઈકસવાર સૈનિકો, અચાનક પુલ ધોવાઈ જતાં જ પાણીમાં ગરકાવ થયા

2019-07-26 1,172

ભલભલાનાં રુંવાડાં ઉભાં થઈ જાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં બે જિંદગીઓ ક્ષણવારમાં જ પાણીમાં તણાઈ જતી જોવા મળે છે કંબોડિયાના કાળજું કંપાવી દે તેવા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે બાઈકસવારોને પાણીના પ્રવાહથી ધોવાઈ ગયેલા પુલને ક્રોસ કરવા જતાં જ જીવનથી હાથ ધોઈ નાખવા પડે તેવી નોબત આવી હતી માટી અને લાકડાનો સપોર્ટ લઈને એક નાળા પર બનાવેલો આ પુલ પાણીના મારાને કારણે ધોવાઈ ગયો હતો જો કે, આ વાતથી અજાણ એવા આ બંને બાઈકસવારોએ તેને ક્રોસ કરવાની ભૂલ કરી હતી છેક બીજા છેડે પહોંચવા આવેલા આ બંને જણા પાણી ધસી જતી માટી સાથે નીચે પટકાયા હતા પાણીનો પ્રવાહ પણ વેગીલો હોવાથી આ બંને જણ તેની સાથે જ તણાઈ ગયા હતા સ્થાનિકો સહિત પોલીસે પણ તેમની ભારે શોધખોળ આદરી હતી આ ઘટનાના 24 કલાક વીત્યા બાદ પણ હજુ સુધી તેમનો કોઈ જ પતો મળ્યો નહોતો


મળતી વિગતો પ્રમાણે આ બંને બાઈકસવાર કંબોડિયાના ફર્સ્ટ ઈન્ફૈંટ્રી ડિવિઝન સાથે જોડાયેલા સૈનિકો હતા તેઓ જ્યારે સ્ટ્રૉક પેંગ જિલ્લાના થામર કેવ ગામના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી રેસ્ક્યુ ટીમ દ્વારા આ બંને સૈનિકોની શોધખોળ કરવા માટેની કવાયત પણ તેજ કરાઈ છે પોલીસે તેમના મોતની કોઈ પુષ્ટી કરી નહોતી તેમણે એ પણ જણાવ્યું હતું કે જો તેઓ પાણીમાં તણાઈને મરી ગયા હોય તો પણ તેમના મૃતદેહો હાથ લાગ્યા વગર તેમને મૃત જાહેર નહીં કરાય

Videos similaires