વડોદરા: વડોદરા શહેરમાં આજે કારગિલ વિજય દિવસની નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભક્તિના નારા સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી સવારે ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી વિશાળ રેલીએ માર્ગો પર જય જવાનજય કિશાન અને વંદે માતરમના નારા લગાવ્યા હતા દેશની રક્ષાકાજે શહીદ થયેલા જવાનોના બેનર્સ સાથે નીકળેલી રેલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું