સુરતઃઅંકલેશ્વરના બાઇન્દ્રા ગામમાં એક કિશોરને કેટલાક ઈસમોએ છોકરી ની છેડતીના આરોપમાં અર્ધ નગ્ન કર્યા બાદ પગ બાંધી ફટકારતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મૃતકના મામા મુન્નાભાઈએ જણાવ્યું હતું કે, ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ચારોલી ઝઘડીયામાં મહોમદ ફૈઝ સુલતાન કુરેશી(ઉવઆ17) પિતાની સાથે જનરલ સ્ટોરમાં કામ કરતો હતો 6 મહિના પહેલા તે 11માં ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે છેડતીના આરોપમાં ઝઘડો થયો હતો બાદમાં બાઈન્દ્રાના પાટીયા પાસે તેને 11 જેટલા યુવકોએ આંતરીને માર મારીને કપડા ફાડી નાખ્યાં હતાં જેથી તેને હાથ, પગ, પાંસળી અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતીઅંકલેશ્વર, બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું