ગીરા-સર્પગંગા ધોધનો અદભૂત નજારો જોવા મળ્યો

2019-07-26 165

ડાંગ: ગઇકાલે સાંજથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો મોટાભાગના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ગત રોજ સાંજથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં 3 ઈંચ અને આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જેથી ડાંગ જિલ્લામાં આવેલી ખાપરી, સર્પગંગા, ગીરા, અંબિકા અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહી રહી છે વરસાદના કારણે ધોધનો નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતા ડાંગ જિલ્લાના સુબીરમાં 104 મિમિ, આહવામાં 85 મિમિ વરસાદ નોંધાયો છે

Videos similaires