ખાંભામાં ઝરમર વરસાદ વચ્ચે 8 સિંહોની સવારી, રસ્તા પરથી પસાર થતાં કેમેરામાં કેદ

2019-07-26 320

ખાંભા:છેલ્લા 3-4 દિવસથી ખાંભામાં મેઘરાજા મહેરબાન થતાં જંગલના 8થી વધુ સિંહરાજાની સવારી જોવા મળી હતી ગીરના જંગલમાં મેઘરાજા મન મૂકીને વરસતા એક સાથે 8 સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા હતા લીલાછમ ઘાસ વચ્ચેથી પસાર થતાં 8થી વધુ સિંહો જોવા મળ્યા હતા આ નજારાને રસ્તા પરથી પસાર થતાં એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયો ખાંભાનાં ધવાડિયા ગિદરડી ભણીયા જવાના રસ્તા પરનો હોવાનું જાણવા મળી રહ્યું છે

Videos similaires