સેના પ્રમુખની પાકિસ્તાનને ચેતવણી- કારગિલ જેવી નાદાનીની બીજી વખત કોશિશ પણ ન કરતા

2019-07-25 140

ભારતીય ખુશ્કીદળના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે પાકિસ્તાનને ચેતવણી આપી તેમણે કહ્યું કે 1999માં કારગિલ યુદ્ધ પાકિસ્તાનનું એક મોટુ દુસ્સાહસ હતું મને પુરો ભરોસો છે કે ભવિષ્યમાં તેમની સેના આવી નાદાની નહીં કરે તે આપણી તાકાત જાણી ગયા છે હવે આપણી પાસે પહેલાથી વધુ સારા સર્વેલન્સ ડિવાઇસ ઉપલબ્ધ છે તેનાથી ક્યાંયથી પણ ઘુસણખોરીનો પતો લગાવી શકાય છે 26 જુલાઇના કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે

જનરલ રાવતે ક્હ્યું કે આપણા જવાન ઉંચાઇ પર ચોક્કસ છે બીજી તરફ પાકિસ્તાની સેના તહેનાત છે અમે હંમેશા તેમને બેકફુટ પર રાખ્યા છે અને આગળ પણ રાખીશું હવે પાકિસ્તાન ક્યારેય કારગિલ જેવી ભૂલ નહીં કરે

Videos similaires