અમદાવાદઃરાજ્ય સરકાર દ્વારા ગુજરાતને 2022 સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ હેઠળ આવતા મેલેરિયા વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ મચ્છરના બ્રિડીંગ શોધી અને મોટી મોટી સાઈટો અને હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે પરંતુ રામોલ વિસ્તારના અદાણી સર્કલ નજીક આવેલા સારથી પરિસર ફ્લેટ પાછળ ખુલ્લા ખેતરમાં કેમિકલયુક્ત અને ગટરનું ગંધાતું પાણી વહી રહ્યા છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે