થેરેસા સરકારની ખૂબ નિંદા કરનાર અને બ્રક્ઝિટના સમર્થક પ્રીતિ પટેલને બોરિસ જોનસન સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે વડાપ્રધાન બોરિસ જોનસનની ટીમમાં આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ ભારતીય મૂળના નેતા છે કન્ઝરવેટીવ પાર્ટીના નેતા પ્રીતિ પટેલને સાજીદ જાવીદની જગ્યાએ ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે સાજીદ જાવીદ પાકિસ્તાન મૂળના છે અને તેમને નાણા પ્રધાન બનાવવામાં આવ્યા છે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ અલ્પસંખ્યક સમુદાયના નેતા છે
પ્રીતિએ કહ્યું, મારા કાર્યકાળ દરમિયાન મારો પહેલો પ્રયત્ન રહેશે કે આપણો દેશ અને અહીંના લોકો સુરક્ષીત રહે છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ ઉપર પણ ઘણી હિંસા દેખાય છે અમે તેમાં પણ ઘટાડો કરીશું અમારી સામે અમુક પડકારો ચોક્કસ છે પરંતુ અમે તેનો ઉકેલ લાવીશું