Speed News: ગુજરાતમાં 27 જુલાઈથી સતત ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

2019-07-24 840

હવામાન ખાતાની આગાહી અનુસાર પશ્ચિમ બંગાળના અખાતમાં લો-પ્રેશર સર્જાયું છે, જેના કારણે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આગામી શનિવારથી સતત ચાર દિવસ સુધી લાગલગાટ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છેઉનામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અડધો ઇંચ વરસાદ નોંધાયો છે તો ઉનાના ચીખલી ગામે પશુ ચરાવતા બે યુવાનો પર વીજળી પડતા એકની હાલત ગંભીર છે બંને યુવાનોને 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે વીંછિયામાં કડાકા ભડાકા સાથે અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે