ડીસા:ડીસા શહેરના પિન્ક સિટીમાં સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત બનેલું પાણીની ટાંકી મોતનું ટાંકું બની ગયું છે આ ટાંકું ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે ડીસા શહેરમાં રાણપુર રોડ પર આવેલી પિન્ક સીટી સોસાયટી અને તેની આસપાસના લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહ્યા છે તેમના ભયનું મુખ્ય કારણ ડીસા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત 700 લાખ લીટર પાણીનું ટાંકી પાલિકા દ્વારા આ વિસ્તારના લગભગ 10 થી વધુ સોસાયટીમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં માટે થોડા માસ પહેલા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી આ પાણીની ટાંકી વર્ષ 2016ના વર્ષમાં મંજૂર કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ આ ટાંકીનું નિર્માણ કાર્ય પૂરું થયું છે