દક્ષિણ કોરિયાના 77 વર્ષીય ચોઈ સૂને દેવાના બોજને હળવો કરવા મોડેલિંગનું કામ શરૂ કર્યું અને રાતોરાત સ્ટાર બની ગયા, ચોઈ સૂન પહેલા હોસ્પિટલમાં કામ કરતા હતા અને ટીવી પર એક જાહેરખબર જોઈને તેમને મોડેલિંગ કરવાનો વિચાર આવ્યો સિયોલ ફેશન વીકમાં રેંપ પર વોક કર્યા બાદ ચર્ચામાં આવેલા ચોઈ ફેશન આઈકોન બનવાની સાથે જ દક્ષિણ કોરિયાના સૌથી વૃદ્ધ મોડેલ પણ બની ગયા છે ચોઈનું જીવન ખુબ સંઘર્ષભર્યું હતું આર્થિક તંગીમાં ઉછરેલા ચોઈને તેમના પતિએ છોડી દીધા હતા અને બાળકોની જવાબદારી પણ તેમના માથે આવી પડી હતી દેવાના કારણે છેલ્લાં ઘણા વર્ષોથી તે હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને બાળકોનો ખર્ચ અને દેવું ચૂકવવામાં તેમને ખૂબ મુશ્કેલી પડતી હતી ચોઈએ જણાવ્યું કે, રોજીરોટી માટે અન્ય કોઈ સહારો ન હોવાથી તેમની કમાણીનો મોટો હિસ્સો દેવું ચુકવવામાં વપરાઈ જતો હતો અને કામના ભારણના કારણે તેમને ભોજન કરવાનો સમય પણ નહોતો મળતો તેઓ જિંદગીથી ખુબ થાકી ગયા હતા પરંતુ એક જાહેરખબર જોયા બાદ તેમણે જીવન બદલવાનો નિર્ધાર કરી લીધો હતો તેમણે મોડેલિંગ ક્લાસીસમાં અરજી કરીને તૈયારીઓ શરૂ કરી દીધી શરૂઆતમાં તેમની ઉંમર વધારે હોવાથી અનેક લોકો તેમની મજાક ઉડાવતા પરંતુ હવે બધા તેમના વખાણ કરી રહ્યા છે હાલમાં અનેક કંપનીઓ તરફથી ચોઈને ઓફર્સ મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે