તારાપુરમાં કોલેજ જતા વિદ્યાર્થીઓનું બસ રોકો આદોલન

2019-07-24 461

આણંદ: તારાપુરથી આણંદ જવા માટે સવારે નિયમીત બસોના રૂટ મુકવામાં ના આવતા વિદ્યાર્થીઓએ બસ સ્ટેશનમાં બસો રોકી આંદોલન છેડ્યું હતું ખંભાત ડેપો મેનેજરનો સંપર્ક કરતા ફોન ઉપાડ્યો નહી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો હતો કંટ્રોલરે પોલીસને ફોન કરીને બોલાવ્યા બાદ પોલીસે વિદ્યાર્થીઓના આંદોલનને વિખેરવાના પ્રયત્નો કર્યા હતા બે કલાક બાદ પોલીસની સમજૂતીથી બસોને જવા દેવામાં આવી હતી વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, બે દિવસમાં નવી બસો નહી મુકાય તો આ વખતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે, 135 વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ બસ છે અને તેમાય કોલેજ 8 વાગે શરૂ થાય છે જ્યારે બસ 15 મિનિટ લેટ પહોંચતા વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા નથી

Videos similaires