રાજકોટ:ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની અનિયમિતતા, ગરમીમાં વધારો થવો આવી સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે જેના કારણે હવામાં રહેલ ઓક્સિઝનમાં ઘટાડો થઈ રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધતાં પ્રદૂષણને કાબુમાં કરવા વધુમાં વધુ વૃક્ષો ઉગાડીને હવાને શુદ્ધ બનાવવા માટે રાજકોટના ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પેન્સિલ બનાવવામાં આવી છે કે જેની મદદથી પેન્સિલ વાપર્યા બાદ તે જમીનમાં રોપવાથી ભવિષ્યમાં વટવૃક્ષ બનશે આ પેન્સિલના છેડે વૃક્ષના બીજ રાખવામાં આવ્યાં છે અને પેન્સિલ પૂરી થઈ ગયા બાદ જમીનમાં વાવેતર કરવામાં આવશે