કર્ણાટકના નાટકનો છેવટે અંત આવ્યો છે બહુમત સાબિત ન કરી શકતા કુમારસ્વામી સરકાર પડી ગઇ છે વિશ્વાસ મત માટે મંગળવાર સાંજની ડેડલાઇન સ્પીકર રમેશ કુમારે આપી હતી કુમારસ્વામીએ વોટીંગ પહેલા ભાષણ આપી રાજીનામું આપવાની વાત કરી હતી ત્યારબાદ વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવ બાદ ફ્લોર ટેસ્ટમાં વોટીંગ કરાવવામાં આવ્યું હતું વોટીંગમાં વિશ્વાસ મતના પક્ષમાં 99 અને વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા આ રીતે કુમારસ્વામીની વિરુદ્ધ બહુમત વોટીંગ થતા સરકાર પડી ગઇ છે યેદીયુરપ્પા ફરી કર્ણાટકમાં કદાવર નેતા તરીકે ઊભર્યા છે