અમૃતસરના વસંત એવન્યૂ વિસ્તારમાં ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સના એટીએમમાં બે લૂંટારૂએ નકલી પિસ્તોલના જોરે એક કારોબારી વૃદ્ધના 35 હજાર લૂંટી લીધા વૃદ્ધ પૈસા ઉપાડીને બહાર નીકળવા જતા હતા ત્યારે પહેલેથી જ અંદર ઉભેલા બે બદમાશોએ તેમને નીચે પાડી ધમકી આપી તમામ કેશ લઈ લીધા, વૃદ્ધ તેમને હાથ જોડી આજીજી કરવા લાગ્યા, ત્યારે કંઈ પણ સાંભળ્યા વગર બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા આ તમામ ઘટના એટીએમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ જેના પર પોલીસ તપાસ કરી રહી છે