ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ધોરાવલમાં 17 જૂલાઈએ બુધવારે જમીન પર કબ્જો કરવાના વિવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતીજમીન વિવાદમાં સર્જાયેલા આ નરસંહારમાં 10 લોકોના મોત થતાં જ દેશભરમાં હાહાકાર મચી ગયો હતો ધોરાવલના ઉમ્ભા ગામની આઘટનાથી સરકાર અને પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી આ જઘન્ય હત્યાકાંડનો આજે એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં નરસંહારપહેલાનો ઉગ્ર માહોલ જોઈ શકાય છે વીડિયોમાં પણ જોઈ શકાય છે કે લાઈનબદ્ધ રીતે આ જમીન પર ટ્રેક્ટરો સાથે લોકોએ પ્રવેશ કરતાં જહલ્લાબોલ શરૂ થઈ ગયો હતો જમીન પર કબ્જો લેવા ગયેલા સરપંચના માણસો અને ગામલોકો આમનેસામને આવી ગયા હતા જો કે,ગોળીબારની સામે ગામલોકોએ પણ લાકડીઓથી વળતો હુમલો કર્યો હતો આ લડાઈનો અંત પણ એટલો જ લોહિયાળ આવ્યો હતોજોતજોતામાં જ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થઈને ફસડાઈ પડ્યા હતા જેમાં કુલ દસ લોકોનાં ઢીમ ઢળી ગયાં હતાં તો અનેક લોકો ઘાયલ થયા
હતા મળતી માહિતી પ્રમાણે સરપંચ 30થી પણ વધુ ટ્રેક્ટર લઈને પોતાના માણસો સાથે જમીન પર કબ્જો લેવા ગયા હતા આ હિચકારા હુમલાનાપડઘા દેશના રાજકારણમાં પણ પડ્યા હતા જે પછી યોગી સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી