જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાના વિવાદાસ્પદ નિવેદન પર સોમવારે સ્પષ્ટતા કરી છે મલિકે કહ્યું હતું કે, આતંકી સુરક્ષાબળો અને માસુમોને નહીં પણ એવા લોકોને મારો, જેમને વર્ષો સુધી ભ્રષ્ટાચાર કરીને કાશ્મીરને લુંટી લીધું છે તેમના આ નિવેદન પર પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે મલિકે વળતો જવાબ આપતા ઉમરને રાજકારણમાં બાળક હોવાની વાત કહી છે તેમને કહ્યું કે, હવે તેમનો ભ્રષ્ટાચાર સામે લાવીને જ કાશ્મીરમાંથી જઈશ