ચંદ્રયાન-2નું લોન્ચિંગ આજે બપોરે 243 વાગ્યે થશે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો)એ શનિવારે ચંદ્રયાન-2ની લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લીધી છે ઈસરોના પૂર્વ પ્રમુખ એએસ કિરણ કુમારે કર્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અમે સોમવારે ઈવેન્ટ માટે તૈયાર છીએ ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન-2ની લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 251 વાગ્યે થવાની હતી, જે ટેકનિકલ ખામીને કારણે લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું ઈસરોએ એક સપ્તાહની અંદર તમામ ટેકનિકલ ખામીઓને યોગ્ય કરી લીધી છે
15 જુલાઈની રાત્રે મિશનની શરૂઆતથી લગભગ 56 મિનિટ પહેલાં ઈસરોને ટ્વીટ કરી લોન્ચિંગની તારીખ બદલવાની જાહેરાત કરી હતી ઈસરોએ એસોસિએટ ડાયરેક્ટર (પબ્લિક રિલેશન) બીઆર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે લોન્ચિંગ પહેલાં લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમમાં ખરાબી આવી હતી આ કારણે ચંદ્રયાન-2ની લોન્ચિંગ ટાળવામાં આવી જે બાદ શનિવારે ઈસરોએ ટ્વીટ કર્યું કે જીએસએલવી એમકે 3-એમ1/ ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે