હાપુડમાં પિકઅપ અને ટ્રકની ટક્કરમાં 9 લોકોના મોત, જેમાં 5 બાળકો સામેલ

2019-07-22 78

ઉત્તરપ્રદેશમાં નેશનલ હાઈવે 235 પર રવિવારે મોડી સાંજે પિકઅપ અને ટ્રકની ટક્કરમાં નવ લોકો મોતને ભેટ્યા છે મૃતકોમાં પાંચ બાળકો પણ સામેલ છે ભયાનક દુર્ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે પિકઅપમાં સવાર લોકો લગ્નપ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા

એએસપી ડો સર્વેશ કુમાર મિશ્રાએ જણાવ્યું તે, દુર્ઘટના હાફિજપુર પાસે સર્જાઈ છે પિકઅપમાં અંદાજે 25 લોકો સવાર હતા, જે લગ્નમાંથી હાપુડના સાલેપુર કોટલા ગામે ગયા હતા અહીંથી પરત ફરતી વખતે એક ટ્રકે ઓવરટેક કરવાના ચક્કરમાં તેમની ગાડીને ટક્કર મારી દીધી હતી દુર્ઘટના બાદ નેશનલ હાઈવે જામ થઈ ગયો હતો

Videos similaires