રાજકોટ: શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી દેના બેંક શાખાના એટીએમમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી આગને કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા આ અંગે ફાયબ્રિગેડની જાણ થતા બે ફાયર ફાઇટર દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી આગને કારણે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા આગ કાબૂમાં આવતા ફાયરબ્રિગેડ અને લોકોએ રાહત અનુભવી હતી