મુંબઈઃમુંબઈમાં આવેલી તાજમહેલ અને ડિપ્લોમૈટ હોટલની પાસે આવેલા ચર્ચિલ ચેમ્બર બિલ્ડીંગમાં આગ લાગી ગઈ છે આગ બુઝાવવા માટે ફાયરકર્મીઓની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે આગ લાગવાથી વિસ્તારમાં ધુમાડો પ્રસરી ગયો છે ચર્ચિલ ચેમ્બરમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે
બિલ્ડીંગના ત્રીજા માળે આગ લાગીઃઆ આગ કોલાબામાં આવેલા ચર્ચિલ ચેમ્બર બિલ્ડીંગના ત્રીજા માળે લાગી છે આ આગમાં અત્યાર સુધી કોઈને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી જો કે, ઘણા લોકોની આ ઈમારતમાં ફસાયા હોવાની શક્યતાઓ છે ફાયરકર્મીઓ લોકોને બહાર કાઢવાના પ્રયાસોમાં લાગી ગયા છે
મુંબઈના ઈમારતમાં આગ લાગવાનાની આ પહેલી ઘટના નથી ગત 18 જુલાઈએ જોગેશ્વરી વિસ્તારમાં શાંતિવન બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી, જ્યાર બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું