ભુંડણી ગામની જર્જરીત પ્રાથમિક શાળાને તાળાબંધી કરી, વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો

2019-07-20 74

ખાંભા:ખાંભા તાલુકાના ભુંડણી ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે આ સાથે જ વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો છે શાળાના 5 ક્લાસ રૂમ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી વાલીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં આજે પ્રજ્ઞાચક્ષુ સરપંચની આગેવાનીમાં વાલીઓએ શાળાની તાળાબંધી કરી હતીજેને લઈને તાલુકા શિક્ષણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને તાળાબંધી ન કરવા અપિલ કરી હતી આ શાળામાં 149 વિદ્યાર્થીઓ છે જે ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા માટે મજબુર બન્યા હતા આ ક્લાસરૂમ પાડવાની મંજુરી આપવામાં તંત્ર દ્વારા એકબીજાને ખો આપાતા વાલીઓમાં રોષ ભરાયો હતો મહત્વનું છે કે વાલીઓએ અને સરપંચે તંત્રને 8 દિવસની ચીમકી આપી હતી જે આજે પૂર્ણ થતાં વાલીઓએ તાળાબંધી કરી હતી

Videos similaires