મોબ લિંચિંગ ઉપર આઝમ ખાનનું વિવાદીત નિવેદન, કહ્યું- મુસલમાન 1947થી સજા ભોગવી રહ્યા છે

2019-07-20 493

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ફરી એકવાર પોતાના નિવેદનને લઈને વિવાદમાં છે તેમણે દેશભરમાં વધતા મોબ લિંચિંગના બનાવને લઈને કહ્યું કે આ સજા દેશના મુસલમાન 1947થી ભોગવી રહ્યા છે હવે આ બનાવમાં જે પણ થશે, મુસલમાન તેનો સામનો કરશે

એમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા પૂર્વજો પાકિસ્તાન કેમ ન ગયા? આ વાત મૌલાના આઝાદ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને બાપુને પૂછવી જોઈએ તેઓએ જ મુસ્લિમોને વચન આપ્યું હતું આઝમ ખાને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય તે આ પ્રથમ બનાવ નથી અગાઉ પણ તેઓ આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે

Videos similaires