પુણે-સોલાપુર હાઇવે પર ગત મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 9 લોકોનાં મોત થયા છે
આ ગોજારો અકસ્માત પુણેનાં કદમવાક વસ્તી ગામ નજીક થયો હતો તમામ મૃતકો પુણેનાં યવત ગામનાં રહેવાસી છે ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાં સ્થળે દોડી આવ્યો હતો તમામ મૃતદેહ નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે તથા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે