સુરતની સ્મીમેરમાં કાપકૂપ વગર સાડા ચાર વર્ષની બાળકીની કરોડરજ્જુના દબાણની સર્જરી કરાઈ

2019-07-19 206

સુરતઃમહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સાડા ચાર વર્ષની બાળકીને કરોડરજ્જુ નજીક નસોનું ગૂચળું જન્મજાત હતું જેથી ધમની અને શીરા સુધીના ક્નેકશનમાં કરોડરજ્જુ પર દબાણ થઈ રહ્યું હતું આથી બાળકીના કરમના ઉપરનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હોય એમ કહી શકાય જેની સીધી અસર તેના શરીરના અંગો પરનો કાબુ ગુમાવી દેતા ઝાડો-પેશાબનું પણ કપડામાં થઈ જતો હતો લાખોમાં એકાદને જોવા મળતી આ ગંભીર બીમારીમાં બાળકી પથારીવશ થઈ ગઈ હતી અચાનક 2018ના ઓક્ટોબર માસમાં થયેલી બીમારીના પગલે સામાન્ય પરિવાર દોડતું થઈ ગયું હતું અમદાવાદ,વડોદરા સહિતની હોસ્પિટલમાં તપાસ કરાવાઈ હતી સર્જરીની ફી વધારે હોવાથી બાળકીના પિતાએ અડધા ખર્ચમાં કાપકૂપ વગર સર્જરી સ્મીમેરમાં કરાવતાં આજે બાળકી ફરી દોડતી થઈ ગઈ છે