ભીષણ આગથી બચવા માટે ઈમારતના 19માળથી લટકીને ઉતર્યો

2019-07-19 500

ફિલાડેલ્ફિયામાં આવેલી એક હાઈરાઈઝ ઈમારત ભીષણ આગમાં સપડાતાં જ તેની અંદર રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા આગ વધુપ્રસરતાં જ અંદર રહેલા લોકો ધુમાડાના કારણે ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા અનેક લોકો બચવા માટે તેમની બાલ્કનીઓમાં આવીનેમદદની રાહ જોતા બેસી રહ્યા હતા રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે ભીષણ આગથી બચવા માટે એક માથાફરેલે તો જાતે જ ઈમારત પરથી નીચે ઉતરવાનુંચાલુ કરી દીધું હતું 19મા માળેથી આ વ્યક્તિએ પાછળની બાજુથી લટકી લટકી નીચે આવવાનું પણ શરૂ કરી દીધું હતું કોઈ પણ જાતના સપોર્ટવગર જ એક બાદ એક એમ ફ્લેટની બાલ્કનીઓમાંથી નીચે ઉતરતા આ શખ્સને જોઈને લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા સદનસીબે આ
શખ્સે સફળતાપૂર્વક નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો જોકે, સ્થાનિક મીડિયા પણ તેની ઓળખ કરી શક્યું નહોતું