જયપુરમાં બેકાબૂ AUDI કારે સ્કૂટીચાલકને 10 ફૂટ હવામાં ઉલાળ્યા

2019-07-19 216

રાજસ્થાનઃ જયપુરના JNL માર્ગ પર આવેલાં JDS ચાર રસ્તા પર શુક્રવાર સવારે ગમખ્વાર એક્સિડન્ટ થયાની ઘટના સામે આવી છે અહીં એક ઓડી કારચાલકે સિગ્નલ ક્રોસ કરી રહેલા 59 વર્ષીય સ્કૂટીચાલક અભયચંદ્રને અડફેટે લીધા હતા કારની ટક્કર વાગતા અભયચંદ્ર 10 ફૂટ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘાયલ અભયચંદ્રને જયપુરની SMS હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં દાખલ કર્યાં છે જ્યાં તેમની હાલત ગંભીર છે આ એક્સિડન્ટની સમગ્ર ઘટના ચાર રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 16 જુલાઈએ આ જ ચાર રસ્તા પર ગમખ્વાર એક્સિડન્ટ થયો હતો જેમાં બે ભાઈનાં મોત અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા

પોલીસના જણાવ્યાં મુજબ, ‘આ ઘટના સવારે 6 વાગે થઈ, ત્યારે ચાર રસ્તા પર લાગેલા ટ્રાફિક સિગ્નલ ન્યૂટ્રલ હોય છે પૂરપાટ ઝડપે આવી રહેલી ઓડી કાર બિરલા મંદિર તરફ જઈ રહી હતી અને સ્કૂટીચાલક ત્રિમૂર્તિ સર્કલ તરફ જઈ રહ્યા હતા બંને પૂરપાટ ઝડપે સિગ્નલ ક્રોસ કરી રહ્યા હતાં તે દરમિયાન આ એક્સિડન્ટ સર્જાયો હતો’