ભારતના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એલેન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાની પૂર્વ મહિલા ક્રિકેટર કૈથરીન ફિટ્ઝપેટ્રિકનો આઈસીસીની હોલ ઓફ ફેમમાં સમાવેશ થયો છે ત્રણેય ખેલાડીઓને ગુરુવારે લંડનમાં સમ્માનિત કરવામાં આવ્યા હતા સચિન આઈસીસી હોલ ઓફ ફેમમાં શામેલ થનાર છઠો ભારતીય છે તેની પહેલા સુનિલ ગાવસ્કર, બિશન સિંહ બેદી, કપિલ દેવ અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડને આ સમ્માન મળ્યું હતું
આઈસીસી હોલ ઓફ ફેમમાં કોઈ પણ ખેલાડીને નિવૃત્તિના પાંચ વર્ષ પછી શામેલ કરવામાં આવે છે સચિને નવેમ્બર 2013માં નિવૃત્તિ લીધી હતી તે 200 ટેસ્ટ રમનાર એક માત્ર ક્રિકેટર છે તેણે ટેસ્ટ 15921 અને વનડેમાં 18426 રન કર્યા છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર તે એકમાત્ર ક્રિકેટર છે તેણે ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદી ફટકારી છે તે 2011માં વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો