નિર્મલા સ્કૂલની મનમાની, સ્કૂલવાન અંદર ન આવવા દીધી, કાલથી પોલીસ સ્કૂલ ગેઈટ પર ઉભી રહેશે

2019-07-19 601

રાજકોટ:નિર્મલા સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે સંચાલકોએ વાનવાળાઓને ફરજિયાત સ્કૂલની સામેની સાઈડ વાન પાર્ક કરાવવા પ્રાઈવેટ સિક્યુરિટી ગોઠવી છે જેને લઈને નાના ભુલકાઓને એકબીજાના હાથ પકડીને રોડ ક્રોસ કરવાની ફરજ પડી રહી છેસ્કૂલના સંચાલકો સામે વાનચાલકોએ ફરિયાદ કરી હતી જેથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો કાફલો સ્કૂલ પર પહોંચ્યો હતો આ સાથે જ આવતીકાલે પણ સ્કૂલના ગેઈટ પર પોલીસ હાજર રહેશે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈએ સિક્યુરિટી ઈન્ચાર્જને બોલાવીને કહ્યું કાલથી ભુલકાઓની વાન અંદર આવવા દેજો, નહિંતર મેડમને સુચના આપજો કે પોલીસ તેની કાર્યવાહી કરશે મહત્વનું છે કે આજે વાનચાલકોએ ક્ષણિક હડતાલ કરતા ભુલકાઓ રડવા લાગ્યા હતા

Videos similaires