ટ્રેન રોકીને ડ્રાઈવરે તેની આડશમાં ટ્રેક પર પેશાબ કર્યો,વીડિયો વાઈરલ થતાં જ ઉહાપોહ થયો

2019-07-19 73

બાર મહિનાની અંદર ઈન્ડિયન રેલવેનો આ બીજો વીડિયો સામે આવ્યો છે જેમાં ડ્રાઈવર પેશાબ કરવા માટે ટ્રેન રોકીને નીચે ઉતરી ગયો હોયટ્વિટર પર અપલોડ થયાની થોડી જ વારમાં વાઈરલ થયેલા આ વીડિયોએ ઉહાપોહ સર્જ્યો હતો ઓલરેડી જ્યાં મુંબઈ લોકલ તેના લેટ પડવાના કારણે બદનામ થતી હોય તેવામાં આવો વીડિયો સામે આવતાં જ ટ્રેનનું શિડ્યુલ ખોરવાઈ જવામાં સ્ટાફની આવી બેદરકારી સામે પણ સવાલો પેદા થાય તે સ્વાભાવિક છે વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિના કહ્યા પ્રમાણે આ ઘટના બુધવારની છે જેમાં ઉલ્હાસનગર-વિઠ્ઠલવાડી વચ્ચે આ ટ્રેનના મોટરમેને પેશાબ કરવા માટે તેને રોકી દીધી હતી ટ્રેન આ રીતે તેના સ્ટેશન સિવાયના રૂટ પર ઉભી રહેતાં મુસાફરોને પણ નવાઈ લાગી હતી જેથી તેઓ દરવાજાની બહાર નીકળીને આખો મામલો સમજવાનો પ્રયત્ન કરતા પણ જોવા મળ્યા હતા જોકે, તેઓને એ જાણ તો નહોતી જ થઈ કે ટ્રેનનો મોટરમેન ટ્રેનની આડશમાં જ ટ્રેક પર પેશાબ કરી રહ્યો છે હળવા થયા બાદ તરત જ આ મોટરમેને ટ્રેનને ફરીથી તેના આગળના સ્ટેશન તરફ રવાના કરી હતી તો આ તરફ સોશિયલ મીડિયામાં આ ઘટના સામે અનેક સવાલો ઉઠતાં જ સેન્ટ્રલ રેલવેએ આ વીડિયોની ખરાઈ કર્યા બાદ જ કોઈ પગલાં ભરવાની વાત કરી હતી સાથે જ આ વીડિયો જોઈને રેલવેનો સ્ટાફ કે જે ડ્રાઈવર-મોટરમેનની જવાબદારી નિભાવે છે તેમણે પણ પોતાનો પક્ષ મૂકતાં કહ્યું હતું કે આવી ઘટના કાયમી બનતી હોતી નથી, કુદરતી કોલની આગળ દરેક માણસ લાચાર હોય છે સાથે જસતત લાંબા કલાકો સુધીની નોકરી અને એન્જિનની અંદર ટોઈલેટની સુવિધા ના હોવાથી ઘણીવાર આવી પડેલી આફત સામે ટકી રહેવું પણ મુશ્કેલ હોય છે આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તેઓ ઘણીવાર એન્જિનમાં જ પ્લાસ્ટિકની બોટલ પણ રાખવા માટે પણ તેઓ લાચાર હોય છે
તમને જણાવી દઈએ કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં પણ આવો જ એક ઘટનાક્રમ સામે આવ્યો હતો જેમાં લાંબા રૂટની એક એસી ટ્રેનને તેના ડ્રાઈવરે નાલાસોપારા અને વસઈ વચ્ચે આ રીતેજ અટકાવીને ટ્રેક પર જ પેશાબ કર્યો હતો

Videos similaires