નાણાવટી ચોકમાં યુવાનની છરીના 2 ઘા ઝીંકી હત્યા કરાઈ

2019-07-19 310

રાજકોટ:જાગરણની રાતે 150 ફુટ રિંગરોડ પર આવેલા નાણાવટી ચોક પાસે શિવપરામાં રહેતા યુવાનની 4 શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા થતાં ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જાગરણની રાત્રે દોઢ વાગ્યાના અરસામાં નાણાવટી ચોક પાસે આકાશ ભગવાનજી રાઠોડ નામનો યુવાન ઉભો હતો ત્યારે રૈયા ગામનો નવાબ નામનો શખ્સ આકાશ પાસે આવ્યો હતો કોઈ મુદ્દે આકાશ અને નવાબે ઝઘડો કર્યો હતો મામલો વધુ બિચકતા ઉશ્કેરાયેલા નવાબે તેના 4 ચાર મિત્રને બોલાવ્યા હતા અને બાદમાં નવાબે નેફામાંથી છરી કાઢી આકાશને છરીના ઘા ઝીંકી દઈ નાસી ગયો હતો

Videos similaires