ઇન્દ્રેશ્વર રોડ પર આરામ ફરમાવતા વનરાજાનો વીડિયો વાઇરલ થયો

2019-07-19 399

જૂનાગઢ: જૂનાગઢના દોલતપરા વિસ્તારના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર આરામ ફરમાવતા વનરાજાનો વીડિયો વાઇરલ થયો છે સરકાર સિંહ દર્શન શરૂ કરાવે તે પહેલા ખુદ સિંહો અવારનવાર લોકોને સિંહ દર્શન કરાવી રહ્યા છે જૂનાગઢમાં ગિરનારના જંગલમાં સિંહ દર્શન શરૂ કરાવવાની સરકાર લાંબા સમયથી વાતો કરી રહી છે પરંતુ કોઇ કારણોસર સિંહ દર્શન શરૂ કરાવી શકી નથી જ્યારે ઇન્દ્રેશ્વર રોડ પર અવારનવાર સિંહો આવી જતા હોય છે રાત્રીના તો ક્યારેક વહેલી સવારે સિંહો લટાર મારતા જોવા મળે છે દરમિયાન ઇન્દ્રેશ્વર રોડ પર આરામ ફરમાવતા વનરાજા જોવા મળતા કોઇએ આ વીડિયો બનાવી વાઇરલ કર્યો છે ત્યારે સરકાર વહેલી તકે સિંહ દર્શન શરૂ કરાવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે

Videos similaires