દીનુ બોઘા સોલંકીને આજીવન કેદની સજા થયાની ત્રણ કલાકમાં સાક્ષીને મારી નાખવાની ધમકી

2019-07-17 7

કોડીનાર:11 જુલાઇના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને આજીવન કેદની સજા ફટકારાઇ હતી આ કેસમાં કોડીનારના રામભાઇ હાજાભાઇ સોલંકી સીબીઆઇના 164ના નિવેદનના સાક્ષી હોવાથી કોડીનારથી અમદાવાદ સાક્ષી તરીકે ગયા હતા પોતાની જુબાની આપી તેઓ પરત કોડીનાર ફરી રહ્યા હતા ત્યારે ગોંડલ નજીક તેના ફોનમાં અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સજાની સુનવણી થયાને હજી ત્રણ કલાક જેટલો સમય થયો હતો અને રામભાઇને ધમકી મળી હતી ધમકીનું રેકોર્ડિંગ રામભાઇના ફોનમાં રેકોર્ડ થઇ ગયું હતું આથી રામભાઇએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી કરી છે જેમાં રેકોર્ડિંગની સીડી પણ આપી છે

Free Traffic Exchange

Videos similaires