નિવૃત્ત બેંક કર્મચારીએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોલીસને જાણ કરી

2019-07-17 220

અમદાવાદ: મોટેરાની એક સોસાયટીમાં નિવૃત્ત બેંક કર્મચારી એવા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી વહેલી સવારે પતિએ પત્નીની હત્યા કરી પોલીસને જાણ કરી હતી ઘટનાને પગલે ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
શહેરના મોટેરામાં કોટેશ્વર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીના 30 નંબરના મકાનમાં મોતીભાઈ મકવાણા (ઉવ 54)એ જશીબેન મકવાણા (ઉવ 50)ની અગમ્ય કારણોસર હત્યા કરી હતી પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર મોતીભાઈના બીજા લગ્ન હતા આ પહેલા તેણે નિર્મલાબહેન સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનું અકસ્માતમાં મોત નિપજતા બીજા લગ્ન કર્યા હતા

Videos similaires