આખા રાજકોટને એક દિવસ આપી શકાય તેટલું પાણી વેડફાઈ ગયું, હજારો લિટર પાણીનો બગાડ

2019-07-17 288

રાજકોટઃ ચોમાસું ખેંચાયું હોવાથી શહેર આખું સૌની યોજનાના પાણી પર નિર્ભર છે સૌનીનું પાણી પમ્પિંગ કરીને કરોડોના ખર્ચે રાજકોટ સુધી પહોંચે છે અને તંત્રની બેદરકારીને કારણે આ કિંમતી પાણીનો બગાડ થાય છે ગત વર્ષે વાંકાનેર પાસે આવેલા સૂર્યરામપરા ગામે વાલ્વમાં ભંગાણ થવાથી કરોડો લિટર પાણી વહી ગયું હતું અને દિવ્ય ભાસ્કરે તંત્રને તેની જાણ કરી હતી આ વર્ષે ફરી તેવી જ ઘટના બની છે અને દિવ્ય ભાસ્કરની તપાસમાં આખો મામલો સામે આવ્યો છે ફરક એટલો જ છે આ વખતે રાજકોટના ખોખડદળ પાસે સૌની યોજનાનો વાલ્વ તૂટ્યો છે જેને રાજકોટ શહેરને આખો દિવસ ચાલે તેટલું પાણી વહી ગયું છે