રાજધાની દિલ્હીમાં ટ્રાફિક પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન અને ઝઘડાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં એક સ્કૂટી સવાર શખ્સને મહિલા સાથે વગર હેલમેટ પર રોકવામાં આવે છે ત્યારે મહિલા સ્કૂટીમાંથી નીચે ઉતરીને ટ્રાફિક પોલીસ સાથે ધક્કા મૂક્કી કરવા લાગે છે અને ગાળાગાળી કરે છે રસ્તા પર થયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને જોવા લોકો પણ ઉભા રહી જાય છે વીડિયો દિલ્હીના માયાપુરી વિસ્તારનો છે, અને આ મહિલાનું નામ માધુરી તો શખ્સનું નામ અનિલ કુમાર પાંડે છે એએસઆઈની ફરિયાદ પર બંનેની ધરપકડ પણ કરવામાં આવી છે